Antenatal care (ANC)
પ્રેગ્નન્સી રહ્યા બાદ થી ડીલેવરી સુધીની સફર આ દરમિયાન તમારા ડોક્ટર સોનોગ્રાફી દ્વારા ગર્ભની તપાસ કરશે ગર્ભનો વિકાસ બાળકના ધબકારા આવવાથી લઈને બાળકનો વિકાસ ,ગર્ભના બાળકની આજુબાજુ નું પાણી( liquor ) નું પ્રમાણ,મેલી (placenta )ની સ્થિતિ, બાળકની ગર્ભાશયમાં સ્થિતિ ,બાળકનું વજન ,માતાનું વજન ,બ્લડપ્રેશર વગેરેની તપાસ કરવામાં આવશે. પ્રથમ ત્રણ મહિનામાં અઠવાડિયે કે 15 દિવસે બતાવવાનું હોય છે તેમાં 11 થી 13 wk જીનેટીક સ્કેન સોનોગ્રાફી થશે બીજા ત્રણ મહિનામાં દર મહિને બતાવવાનું તથા તે દરમિયાન બાળકનો વિકાસ દર માતાનું બ્લડપ્રેશર અને વજન વગેરેની તપાસ થાય છે. છેલ્લા ત્રણ મહિનામાં પંદર દિવસ અને છેલ્લે નવમા મહિનામાં અઠવાડિયે તપાસ થશે. તેમાં બાળકનું વજન અને પાણીની માત્રામાં વધઘટ થાય છે એ જોવામાં આવે છે. છેલ્લા અઠવાડિયામાં તમારી શારીરિક તપાસ કરવામાં આવશે જેમાં ગર્ભાશયનું મુખ કેટલું ખુલ્યું કે પોચું પડ્યું એ તમારા બાળકના વજનની સાપેક્ષમાં યોનિમાર્ગની તપાસ( pelvic assessment) અને સ્તનની તપાસ કરવામાં આવશે. હવે આપણે નવ મહિના રાહ જોયા બાદ કુદરતી દુખાવો ઉપાડવા માટેની રાહ જોશું જો જરૂર પડે તો દાખલ થઈ દવા મૂકી ડીલેવરી માટે દુખાવો ઉપાડવામાં આવી શકે છે.
Get Appoinments